માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન દ્વારા માળિયા (મી) તાલુકાના હરિપર અને દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામા વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સદાય માટે સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ માટે તત્પર રહે છે.
ત્યારે આજના આ યુગમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના લીધે તાપમાન દિન પ્રતિ દિન વિકરાળ બની રહ્યું છે, જે સમગ્ર વિશ્વ સહન રહ્યું છે. આ પરિસ્થિતિ સર્જવા માટેનું મુખ્ય કારણ ઘટતા વૃક્ષોની સંખ્યા. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો એક માત્ર ઉપાય વુધમાં વધુ વૃક્ષારોપણ થવુ જોઈએ. જો વૃક્ષારોપણનુ મહત્વ હજી પણ નહિ સમજાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થતી જશે.
આ પરિસ્થિતિને અનુલક્ષી હરિપર અને દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામા વિવિધ પ્રકારના ૫૦ વૃક્ષો રોપયા હતા તેમજ આ કાર્યક્રમને માત્ર વૃક્ષારોપણ સુધી સિમિતના રાખતા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃત્તા લાવવા, મહત્વ સમજાવા અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ સમજાવા માટે ૩ અલગ અલગ પર્યાવરણ લક્ષી સ્પર્ધા યોજાઈ હતી. જેમ કે
૧. પુનર્વનિકારણ (વકૃત્વ સર્પધા) – ધો. ૭-૮
૨. વૃક્ષ જતન (નિબંધ સ્પર્ધા) – ધો. ૫-૬
૩. કુદરતી દ્રશ્યો (ચિત્ર સ્પર્ધા) – ધો. ૧-૪
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું અને સ્પર્ધમાં વિજેતા મેડલ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગીફ્ટ દ્વારા સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન શાળાનો સ્ટાફ, ગામના અગ્રણી કાનાભાઈ સવસેટા અને દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટા સહિતના હાજર રહ્યા હતા.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)