દેવ વેટલેન્ડ અન્ડ સોશિયલ વેલફેર દ્વારા 3000 બાળકોને નાસ્તો અને ચોકલેટનુ વિતરણ કરાયું
માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રાઈવેટ લીમીટેડમાં પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડેકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ ફરકાવાયો હતો અને અન્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલેએ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં સદાય માટે ઉત્સુખ રહે છે. જેના ભાગ રૂપે પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૦૦૦ વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટનુ વિતરણ કરાયુ હતું.
આ વિતરણ દેવ સોલ્ટના તેમજ દેવ વેટલે એન્ડ્રુ સોશિયલ વેલફેર ફાઉનડેશન પ્રતિનિધિ વિવેક ધ્રુણા અને રમજાન જેડા ઉપસ્થિત રહ્યા હતા.