Friday, November 15, 2024

મોરબીમાં એક શખ્સે સરકારી કર્મચારીની ફરજમાં કરી રૂકાવટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નાની બજાર નગરપાલિકાની ઓફિસમાં નોકરી ફરજ બજાવતા આધેડ પર એક શખ્સે ખોટા આક્ષેપો કરી આધેડને અપ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ સરકારી ગૌ શાળા પાસે રહેતા અને નગરપાલિકાની ઓફિસમાં નોકરી કરતા અશોકભાઈ જેન્તીભાઇ ઉઘરેજા (ઉ.વ.૫૬) એ આરોપી વિશાલ પ્રદિપભાઇ સેજપાલ રહે. મોરબી ચિંચા કંદોઈ વાળી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૫-૨૦૨૪ના ફરિયાદી પોતાની જાહેર સેવક તરીકે ની કાયદેસરની ફરજમા હોય તે દરમ્યાન આરોપીએ ફરીયાદીની ઓફીસ પર જઈને ખોટા આક્ષેપો કરી સફાઈ કર્મચારીનુ હાજરી કાર્ડ પોતાની સાથે બળજબરીપુર્વક લઈ જઈને ફરીયાદીને આરોપીએ તેના રહેણાક મકાન પાસે જાહેર સ્થળ પર જેમ ફાવે તેમ અપ શબ્દો બોલી ફરજમા રૂકાવટ કરી હતી જેથી ભોગ બનનાર અશોકભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૧૮૬,૨૯૪(ખ),૫૦૬(૧),૩૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર