Friday, November 22, 2024

પાકિસ્તાનમાં 74 વર્ષ જુના હિન્દુ મંદિરમાં તોડફોડ, હિન્દુ સમુદાયે પાકિસ્તાન સરકારને કહ્યું…..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાકિસ્તાનમાં અન્ય એક હિન્દુ મંદિરની તોડફોડ કરવામાં આવી છે. રાવલપિંડીના પુરાણા કિલા વિસ્તારમાં સ્થિત-74 વર્ષ જુના મંદિરમાં તોડફોડ હતી. પોલીસ પ્રશાસને જણાવ્યું હતું કે, બાની ગાલા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મંદિરના પુનર્નિર્માણ અને સમારકામનું કામ પાછલા મહિનાથી ચાલી રહ્યું હતું. આને કારણે હાલમાં મંદિરમાં પૂજા અને ધાર્મિક વિધિ કરવામાં આવી રહી ન હતી. મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ ન હતી. રાવલપિંડીના ઉત્તરીય ઝોનના સહાયક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે 10 થી 12 લોકોએ મંદિરમાં તોડફોડ કરી હતી. તેનાથી મંદિરના બાહ્ય દરવાજા અને સીડીઓને નુકસાન થયું છે. બાંધકામના કામમાં પણ વિક્ષેપ પડ્યો છે. મંદિરના સંચાલકએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ તેમના ઘરની સાથે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હિન્દુ સમુદાયે પાકિસ્તાન સરકારને તેમના પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર તોડફોડ કરવી એ કોઈ નવી વાત નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મૌલવીના ઉશ્કેરણીના કારણે ટોળા દ્વારા ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. બાદમાં સ્થાનિક સરકારે મંદિરના પુનર્નિર્માણની જાહેરાત કરી. આ સિવાય હિંદુઓ પરના હુમલાઓ અને હિંદુ યુવતીઓનું અપહરણ કરી તેમની સાથે જબરદસ્તી નિકાહ કરવાની ઘટના સામાન્ય બનતી હોય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર