મોરબી: પ્રેમી પંખીડા કેનાલમાં પડતા પિતા બચાવવા પડતા પિતા-પુત્રના મોત
મોરબીની લખધીરપુર રોડ પર કેનાલમાંથી પિતા પુત્રના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે તો બનાવ અંગેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી આવી તપાસ ચલાવી છે તો પ્રેમી પંખીડા કેનાલમાં પડ્યા હોય જેને બચાવવા યુવાનના પિતા પડતા બંનેને બચવવા પડતા પિતા પુત્રના મૃત્યુ થયા હોવાની સુત્રોમાંથી માહિતી મળી
મળતી માહિતી મુજબ ગઈકાલે મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં પિતા પુત્ર ડૂબ્યા હોવાની માહિતી મળતા જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ આજે સવારના સુમારે પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં ભરતભાઈ જેસિંગભાઈ લકુમ(વાંજા) (ઉ.૪૫) અને તેનો દીકરો કિશન (ઉ.22)ના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસના તપાસ અધિકારી જસપાલસિંહ જાડેજા સહિતની ટીમે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે જી
તો સુત્રોમાંથી માહિતી મળી હતી કે કિશન જામનગરનો રહેવાસી છે અને અમદાવાદની રહેવાસી નેહા સાથે પ્રેમ સંબધમાં હોય અને તેને ભગાડીને 2-૩ દિવસ પહેંલા મોરબી લાવ્યા બાદ બંને પેકેજીંગના કારખાનામાં રહેતા હતા.બનાવમાં કોઈ કારણોસર પ્રેમી પંખીડા કેનાલમાં ઝંપલાવ્યું હતું જેની જાણ કિશનના પિતાને થતા તે પણ કેનાલમાં બંનેને બચાવવા માટે કુદી પડ્યા હતા અને કેનાલમાંથી બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોય જેમાં નેહા કેનાલની બહાર નીકળી શકી હતી તો બંને પિતા ભરતભાઈ અને પુત્ર કિશન કેનાલમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નીપજ્ય હતા.હાલ પુતા પુત્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે