ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે બંગાવડી ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઈ રઘુભાઈ છીપરીયા (ઉ.વ.૩૭) રહે. ઓટાળા તા. ટંકારા વાળા ગત તા.૨૭-૦૩-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે ઓટાળા ગામે બંગાવડી નદીમા નાવા ગયેલ અને કોઇ કારણોસર નદીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
