મોરબીના લાલપર ગામ નજીક કેનાલમાં ડુબી જતાં બે વ્યક્તિના મોત
મોરબી: મોરબીના લાલપર ગામ નજીક ફેમસ સીરામીકની બાજુમાં કેનાલમાં ડુબી જતાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતાં
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ફેમસ સીરામીકની બાજુમાં બે વ્યક્તિ આગાઉની રાત્રિથી ગુમ થયા હતા કેનાલ પાસેથી તેમના મોબાઇલ અને કપડાં મળી આવેલ હતા તેના પરથી કેનાલમાં ડુબી ગયા હોવાનું અંદાજ લગાવવામાં આવ્યો હતો ત્યારે રેસ્કયુ ટીમે રાત્રી સુધી શોધખોળ કરી હતી પરંતુ કોઈ મળી ન આવતા ટીમ પાછી ફરી હતી ત્યારે આજે સવારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે એક વ્યક્તિ કેનાલમાં દેખાય છે તુરંત જ રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે દોડી જઈ અને વ્યક્તિને બહાર કાઢેલ આસપાસ શોધખોળ કરતા અન્ય વ્યક્તિ પણ મળી આવેલ અને બંને વ્યક્તિ સુરજ ભાઈ ઉ.વ.૨૧ તથા સાગરભાઈ ઉ.વ.૨૩ વાળા મૃત જણાતા પોલીસ સ્ટાફની હાજરીમાં પરીવારને સોંપેલ છે.