માળીયા(મી)નાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બીયરની 3936 બોટલો ઝડપાઈ
માળીયા (મી): માળીયા મિંયાણા ખાતે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ/બીયર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ પરથી ઇંગ્લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ-૨પ૨ બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૧૩,૯૫, ૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા મિ. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.