મોરબીના બાદનપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે એક ઈસમ પકડાયો
મોરબી તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે બાદનપર ગામની સીમમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરવામાં આવી હતી.
ત્યારે રેઇડ દરમિયાન આરોપી ગફારભાઇ ઉર્ફે બગલો જુમાભાઇ લાખા ઉવ-૫૦ રહે. ધુળકોટ હાઇસ્કુલ પાસે તા-જી મોરબીવાળાને દેશી પીવાના દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીના પતરાના બેરલમાં ભરેલ ૫૦ લીટર ગરમ આથો, રહેલ ગરમ આથો, ૬૦ લીટર ઠંડો આથો, ૧૫ લીટર ગરમ દેશી પીવાનો દારૂ તથા ૧૦ લીટર ઠંડો દેશી દારૂ તેમજ દેશી દારૂ ગાળવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિત ૭૪૫૦/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે તાલુકા પોલીસે પકડાયેલ.આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.