Sunday, December 22, 2024

મોરબીનાં યુવાને પોલીસ મથકે આવી કહ્યું મારા ઘરમાં દારૂનો જથ્થો પડ્યો છે: પોલીસે ગુન્હો નોંધ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના એસપી રોડ પર આઇકોન રેસીડેન્સીમાં રહેતા યુવાને પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની પોલીસને માહિતી આપતા જ એ ડીવીઝન પોલીસની ટીમે દારૂના જથ્થા સાથે યુવાનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ પર આઇકોન રેસીડેન્સીમાં રહેતા કેલ્વીનભાઈ નવીનભાઈ કાલાવાડિયા એ રાત્રીના મોરબી એ ડીવીઝન પોલીસ મથકે જઈને પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો માટે રાખ્યો હોવાની માહિતી આપતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ કેલ્વીન સાથે તેના રહેણાંક મકાને દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ કીમત રૂ.૩૬,૯૩૭ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા બોટલ સાથે ત્રણ બીલ પણ મળી આવતા હોય જેમાં THE KING POWER KING POWER DUTY FREE CO.LTD લખેલ હોય જેથી પોલીસે કેલ્વીન સહીત તપાસમાં ખુલે તેના વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર