માળિયા – હળવદ રોડ પર ક્રિષ્ના હોટલમાંથી વિદેશી દારૂ/બિયરના જથ્થા સાથે એક ઝડપાયો
માળિયા (મી): માળિયા (મી) – હળવદ હાઈવે રોડ પર આવેલ ક્રિષ્ના હોટલમાંથી વિદેશી દારૂ/ બિયરના જથ્થા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગરના વતની અને હાલ રહે. માળિયા (મી) – હળવદ હાઈવે ક્રિષ્ના હોટલ તા. માળિયા (મી) વાળા રીયાજભાઈ કરીમભાઈ લધાણી (ઉ.વ.૩૮) એ પોતાના કબ્જા ભોગવટા વાળી ક્રિષ્ના હોટલમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૫ કિં રૂ.૧૮૦૦૦ તથા બિયર ટીન નંગ -૮૧ કિં રૂ. ૮૧૦૦ એમ કુલ મુદ્દામાલ કિં રૂ.૨૬૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રીયાજભાઈને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.