Saturday, November 16, 2024

મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા આંગડિયા પેઢીઓને માર્ગદર્શન આપતી મોરબી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ આંગડિયા પેઢીના મેનેજરો સાથે મીટીંગ કરવામાં આવી હતી.

જેમાં ASP અતુલ બંસલ સાહેબનાઓ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકો ને પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો સલામત રીતે કરવા તથા આ બાબતે સલામતી માટે કાળજી રાખવા જેવા કે આંગડિયા પેઢીના કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરાવવા તથા સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ રોડ સુધી સીસીટીવી કેમેરા રાખવા તેમજ કોઈપણ બનાવ બને ત્યારે તાત્કાલિક જ પોલીસને જાણ કરવા જણાવેલ તથા સલામત રીતે તેમના આર્થિક વ્યવહારો થાય એ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જેમાં એ ડિવિઝન પીઆઈ દ્વારા સર્વેને પોતાના મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનના નંબર આપી આવા બનાવ બને ત્યારે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર