Saturday, November 16, 2024

કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા વાજપાઈ બેંકેબલ લોન યોજના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

યોજનાનો લાભ લેવા blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

સરકાર દ્વારા અમલીકૃત શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અન્‍વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન તેમજ સબસીડી આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ઓછામા ઓછુ ધોરણ-૪ પાસ અથવા તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવનારને બેંક મારફત લોન ધિરાણની મહતમ રૂ ૮ લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે. ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ ૧,૨૫,૦૦૦/-ની સહાય પણ મળવાપાત્ર થાય છે. જેમાં વ્યાજનો દર રીઝર્વ બેંકના નિયમ મુજબ રહેશે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે આ યોજના હેઠળ લોન મેળવી શકે છે.

વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી સાથે ફોટો, આધારકાર્ડ, સ્કુલ સર્ટીફીકેટ/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો, કોટેશન, ધંધાના સ્થળનો આધાર, લાઈટબીલ/વેરા પહોંચ વગેરે સંલગ્ન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.

વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, રૂમ નં ૨૩૩, જિલ્લા સેવા સદન, મોરબીનો સંપર્ક કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર