ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. એવામાં 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ જણાયાં હતાં. આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે. સંવેદનશીલ, અનિર્ધારિત, પરીક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંત સુધીમાં પ્રતિદિવસ 1.5 લાખ કેસ સામે આવી શકે છે અને જૂનના અંતમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર વિરામ લઈ શકે છે.મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા જેવાં રાજ્યમાં બીજી લહેરનો પીકટાઈમ આવી ગયો છે.
બીજી બાજુ, કોરોના ટેસ્ટિંગ પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે મોટો નિર્ણય લીધો. ICMRએ ઘરમાં કોરોના ટેસ્ટ કરવા માટે એક રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા લોકો નાક દ્વારા સેમ્પલ લઈને સંક્રમણની તપાસ કરી શકશે. એના ઉપયોગ માટે નવી એડવાઈઝરી પણ જારી કરાઈ છે.હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે અથવા તો એવા લોકો, જેઓ લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલા મેન્યુઅલ રીતે થશે. એના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.ગુજરાતમાં કોવેક્સિનના 2 કરોડ ડોઝ બનશે, રાજ્યને 1 કરોડ મળશે; 3થી 4 મહિનામાં પ્રોડક્શન શરૂ થશે, 10 દિવસમાં MOU થશે.
હવે વધુ એક આફત ગુજરાત પરથી ટળી ગઈ છે એવું કહી શકાય ,કોરોના મહામારી,વાવાજોડા બાદ વડોદરામાં રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ લાગી જતા 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નહોતી. મુસીબતોનું હબ બનેલા ગુજરાતના માથે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. જોતજોતામાં આગે ત્રણેય ડબ્બાઓને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં 3 બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર મળ્યાં નથી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી, અને આગની ઘટના વખતે તે યાર્ડમાં બંધ હાલતમાં હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયરબ્રિગેડને કરાતા કાફલો પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં મેમુ ટ્રેન યાર્ડમાં બંધ હતી, જેના કારણે મોટી ખુવારી રોકાઈ હતી. કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી. વડોદરા રેલવે ડીઆરએમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. GRP, RPF પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.