રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. એક તરફ બેડની પણ અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ ઓક્સિજનની પણ શોર્ટેજ ઊભી થઇ રહી છે. અત્યારે રાજકોટમાં ઓક્સિજનનો વપરાશ 65 ટન સુધી પહોંચી ગયો છે. જે ખૂબ જ ચિંતાજનક મુદ્દો બન્યો છે અને દિન પ્રતિદિન માંગ પણ વધી રહી છે. સિવિલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ કોરોના દર્દી માટે બંધ, પાછલા દરવાજે 40થી વધુ એમ્બ્યુલન્સની લાઇન, 4 કલાકે એકનો વારો આવે છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી સ્પીડે વધી રહી છે કે તંત્ર દર્દીઓને બેડ ફાળવવામાં હાંફી રહી છે, રવિવારે સિવિલના કોવિડ વોર્ડ નજીક સર્જાયેલા દૃશ્યો કોરોનાના વિકરાળ સ્વરૂપની ચાડી ખાતું હતું, કોરોનાના ગંભીર દર્દીને લઇને આવતી 108 અને ખાનગી એમબ્યુલન્સની કતારો લાગી હતી અને એક કલાકે એમ્બ્યુલન્સનો વારો આવતો હતો, આ કારણે 108માં પણ બપોરે 71 કેસ પેન્ડિંગ થતાં દર્દીઓની હાલત કફોડી બની હતી.બે દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે 108 એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી.
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.કોરોના ટેસ્ટમાં તો ઠીક, મૃતદેહ મેળવવા અને અંતિમ સફરમાં પણ લાંબું વેઇટિંગ; પરિવારને મૃતકની ઝલક જોવા સ્ટાફ ક્યારે બોલાવે એની રાહ જોવાય છે.રાજકોટમાં દર્દીઓને રેમડેસિવિર આપવા પડે તો તબીબો જ સંપર્ક કરે, હેલ્પલાઇન નંબર જાહેર, ખાનગી હોસ્પિટલોને 3000 ઇન્જેક્શન અપાયા.વાયરસનો સ્ટ્રેન બદલાતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધી, 30થી 50 વર્ષના લોકો વધુ સંક્રમિત, ચેઇન તોડવા ફરી 21 દિવસનું લોકડાઉન જરૂરીઃ IMA.
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં સોમવારની માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. આ વિસ્તાર રાજકોટ વોર્ડ નંબર 18માં આવે છે ત્યારે એમ કહી શકાય કે RMCની આબરૂના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા.સોમવારે બજાર ના લિધે ટ્રાફિક સમસ્યા પણ થાય છે .સરકારના નિયમ પ્રમાણે લગ્ન પ્રસંગમા 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે અને આ બજારમાં તો હજારોની સંખ્યામાં લોકો કેમેરામા કેદ થયા,આ દૃશ્યો જોતા એવું કહી શકાય કે આ રીતે તો કોરોનાને આમંત્રણ આપવા જેવી વાત છે.રાજકોટ મહાનગર પાલિકા આબરૂના ધજાગરા ઉડાવતી સોમવારી સામે
અનેક વખત ફરિયાદ કરેલ છે જગ્યા રોકાણ શાખામા પણ ફોન કરેલ હોવા છતાં આજ દિવસ સુધી નિવારણ આવ્યું નથી.અહીંથી 108નું નીકળવું પણ મુશ્કેલ છે તો પછી આમ જનતાનું તો શું કેહવું.