નવી ગણતરી અનુસાર, કોરોના વાયરસને નાબૂદ કરવામાં હજી વધુ સાત વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વભરમાં જે રીતે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે મુજબ બ્લૂમબર્ગ રસીકરણ કેલ્ક્યુલેટર અનુસાર નિષ્ણાંતોએ આ અંદાજો લગાવ્યો છે. વૈશ્વિક સ્તરે, દરરોજ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં, યુ.એસ.માં તેની જનસંખ્યાના 8.7 ટકા હિસ્સાની વસ્તીને રસી અપાઇ છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 1.3 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે, પરંતુ ધીરે ધીરે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસીકરણના દર મુજબ, અમેરિકા વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે, એક અંદાજ મુજબ તમામને રસી આપતા હજુ વધુ સમય લાગી શકે છે. જો કે,આ બધું તેના પર નિર્ભર કરે છે કે રસી કોરોનાના નવા પ્રકાર પર અસરકારક છે કે નહીં. તમને જણાવી દઈએ કે કોરોનાનો નવો પ્રકાર દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળી આવ્યો છે. આ દરમિયાન, ઇઝરાઇલમાં રસીકરણની ગતિને જોતા, આખું વિશ્વ રસીની બાબત હરણફાળ ભરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. ઇઝરાયેલે તેની વસ્તીના 58.5 ટકા વસ્તીને રસી અપાઈ ચુકી છે. અને આવતા બે મહિનામાં હાર્ડ ઈમ્યુનિટીને પાર કરી શકે છે. આ ઉપરાંત, આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલું એક નાનો ટાપુ, સેશેલ્સ બીજા ક્રમે છે. ત્યાં અત્યાર સુધીમાં 38.6 ટકા વસ્તીને રસી અપાઇ છે. આ પછી, યુએઈ, યુકે અને બહેરાઈનને પણ યુ.એસ. ને પાછળ છોડી દીધું છે. આ ત્રણેય દેશોએ તેમની વસ્તીના 11.8 ટકા વસ્તીને રસી આપી છે. યુકેમાં દરરોજ 4.38 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવે છે. આ વર્ષેના અંત પહેલા યુકેમાં હર્ડ ઈમ્યુનીટીની શરૂઆત થઇ જશે.