Sunday, November 24, 2024

રસીકરણની ગતિ ઝડપથી વધારવા હવે દેશભરમાં 24 કલાક કોરોના રસીકરણ થશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશમાં કોરોના રસીકરણની ગતિ ઝડપી બનાવવા સરકાર દ્વારા દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરિણામે દેશમાં અત્યાર સુધીમાં 1.56 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. સરકાર દ્વારા કોરોના રસીકરણની ગતિને વધુ વેગ આપવા માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે હવે દિવસભર 24 કલાક દેશભરમાં કોરોના રસી આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે સરકારે રસીકરણની ગતિ વધારવા માટે COVID-19 રસી લેવાની સમય મર્યાદા હટાવી લીધી છે. આ પછી, હવે લોકો દિવસની 24 કલાક અને સાતેય દિવસ તેમની સુવિધા અનુસાર રસી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે કે દેશમાં રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થવાનો હતો, ત્યારે દરેક કેન્દ્ર પર સવારે 9 થી સાંજના 3 વાગ્યા સુધીનો સમય રસીકરણ માટે નક્કી કરવામાં આવ્યો હતો. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે લોકો હવે તેમની સુવિધા મુજબ રસી લઇ શકે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્યની સાથે સાથે દેશના નાગરિકોના સમયને પણ મહત્ત્વ આપે છે. આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ ટ્વિટ કર્યું કે- સરકારે રસીકરણની ગતિ વધારવા માટે સમય મર્યાદાના પ્રતિબંધને દૂર કર્યો છે. લોકો હવે તેમની સુવિધા પ્રમાણે 24×7 રસી લઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્યની સાથે સાથે નાગરિકોનો સમય પણ સમજે છે. કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમને ગંભીર બીમારી થવાનું જોખમ છે. દેશભરમાં 1.56 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર