દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ‘સિંગાપોર સ્ટ્રેઇન’ અંગે અપાયેલા નિવેદન બાદ ભારે બબાલ થઇ રહી છે. ત્યાંના સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ભારે આલોચના થઇ રહી છે. સિંગાપોર સરકાર તેના માટે ખૂબ જ ગંભીર છે અને સોશિયલ મીડિયા પર એક અભિયાનમાં લાગી ગયું છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સિંગાપોર કોરોના વેરિએન્ટના ખોટા સમાચારોને લઈને ભારતને સ્થાનિક કાયદો (Protection from Online Falsehoods & Manipulation- POFMA) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચનાઓ જારી કરવામાં આવી છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે “કોવિડ 19નું સિંગાપોર વેરિએન્ટ નથી. અથવા એવું કોઈ સ્વરૂપ નથી જે બાળકો માટે અત્યંત જોખમી છે. તાજેતરમાં જે નવો સ્ટ્રેઇન ઉભરી આવ્યો છે તે ભારતથી ફેલાયેલો બી..1.617.2 વેરિએન્ટ છે. આ અંગે POFMA (પોફમા) ઓફિસે ફેસબુક, ટ્વિટર અને એસએફપી મેગેઝિન પ્રા.લિ.ને સિંગાપોરમાં તેના તમામ વપરાશકર્તાઓ માટે સુધારો કરવા કહેવામાં આવ્યું છે.અને સિંગાપુરે ખોટી જાણકારીના પ્રસારને રોકવા માટે સામાન્ય સુધાર સંબંધિત નિર્દેશ બહાર પાડવાનું કહ્યું છે.
શું છે સમગ્ર મામલો જાણો ?
વાસ્તવમાં કેજરીવાલે કહ્યું હતું કે સિંગાપોરમાં જોવા મળતા વાયરસની નવો સ્ટ્રેઇન બાળકો માટે ખૂબ જ જોખમી છે. તે ત્રીજી લહેર તરીકે દિલ્હી પહોંચી શકે છે. સિંગાપોરે આ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. સિંગાપોરના પ્રખ્યાત બ્લોગર શ્રી બ્રાઉને લખ્યું હતું કે, “દિલ્હીના મુખ્યમંત્રી , બી..1.617.2 વેરિએન્ટ તમારા દેશમાંથી આવ્યા છે. અગાઉ સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલકૃષ્ણને ટ્વીટ કર્યું હતું કે, “નેતાઓએ તથ્યો અંગે નિવેદનો કરવા જોઈએ. સિંગાપોર વેરિએન્ટ નથી. સિંગાપોરે બુધવારથી તમામ શાળાઓ બંધ કરી છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શનના કેસ વધી ગયા હોવાથી 12-15 વર્ષની વયજૂથના બાળકોને રસીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
કેજરીવાલના નિવેદનથી સિંગાપુર એટલું નારાજ છે કે તેણે ભારતીય રાજદૂત પી કુમારન સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ વિદેશમંત્રી એસ જયશંકરે પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે યોગ્ય જાણકારી વગર આ પ્રકારના નિવેદન સિંગાપુર અને ભારતના મજબૂત સંબંધો માટે હાનિકારક થઈ શકે છે.