મુંબઇની પ્રખ્યાત ફાઇવ સ્ટાર હોટલ હયાત રિજેંસીને બંધ કરવાનો વારો આવ્યો છે. હોટલ પ્રશાસને જણાવ્યું હતું કે ફંડના અભાવને કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ તેમની પાસે પૈસા નથી. મુંબઈ એરપોર્ટની નજીક આવેલી, હયાત રિજેંસી એશિયન હોટેલ્સ (વેસ્ટ) લિમિટેડની માલિકીની છે. સોમવારે, હોટલના જનરલ મેનેજર હરદીપ મારવાહે કહ્યું હતું કે પેરેંટ ફર્મ દ્વારા કામગીરી માટે પૈસા મોકલાયા જ નથી. મારવાહએ નોટિસમાં એ પણ લખ્યું છે કે, “હોટલના તમામ હાલના કર્મચારીઓને અહીંથી માહિતી આપવામાં આવી છે કે મુંબઈના એશિયન હોટેલ્સ (વેસ્ટ) લિમિટેડ, હયાત રિજેંસી પાસે કર્મચારીઓને પગારની ચુકવણી માટે તેમજ હોટલના સંચાલન માટે કોઈ પણ ફંડ આવ્યું નથી. ”
દેશની આર્થિક રાજધાની મુંબઇ અને દિલ્હી તેમના હોટલ ક્ષેત્ર માટે જાણીતા છે. જાન્યુઆરી ૨૦૨૦ માં દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી હોટલોની સ્થિતિ ખરાબ છે. મંદી અને વેપારમંદી વચ્ચે મુસાફરી કરવા માટે પર્યટન અસ્તિત્વમાં નથી. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી હોટલના વેપાર પર પ્રતિકૂળ અસર પડી હતી. તેમાંથી બહાર નીકળ્યા પછી, જ્યારે કોરોનાની બીજી લહરે ફરીથી તે જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું.
સોમવારે મુંબઇમાં કોરોનાના 728 નવા કેસ નોંધાયા હતા. તેમજ રોગચાળાને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાની મહામારીની શરૂઆતથી જ મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. સોમવારે રાજ્યમાં કોરોનાનાં 10,219 નવા કેસ નોંધાયા હતા જે 5 માર્ચ પછી કોરોના કેસોનો સૌથી નીચો આંકડો હતો. તે જ સમયે, 154 કોરોના દર્દીઓ મૃત્યુ પણ પામ્યા છે.