રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શુક્રવારે 61 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 146 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.રાજકોટ જિલ્લા અને ગ્રામ્યમાં આજે કોરોનાથી શૂન્ય મોત નોંધાયું છે જયારે ગઈકાલે ગ્રામ્ય લેવેલે 2 મોત થયા હતા.રાજકોટમાં નવા કેસની સંખ્યા છેલ્લા 7 મહિનાના તળિયે પહોંચી છે. કેસની સંખ્યા ઘટવા ઉપરાંત ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ શહેર અને જિલ્લા સહિત 250 આસપાસ એક્ટિવ કેસ છે. રાજકોટ સહિત જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22,200ને પાર પહોંચી ગઈ છે.
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ મહત્ત્વનું કેન્દ્ર બની હતી. ત્યાં પહેલા ક્વોરન્ટાઈન સેન્ટર બન્યું હતું અને ત્યારબાદ કોવિડ કેર સેન્ટર અને પછી ઓક્સિજન લાઈન નાખીને હેલ્થ સેન્ટર પણ બનાવાયું હતું અને એક સાથે 3 સેન્ટર થયા હતા. જ્યાં 6000થી વધુ દર્દીની સારવાર કરાઈ હતી. હાલ કેસની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયું હતું.
કાર્યરત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાજકોટ મ્યુનિસિપલની હદમાં કોઈ જ વિસ્તાર નોંધાયા નથી જયારે ગ્રામ્ય લેવલે ગાયત્રી નગર-ગોંડલ, સત્યમ પાર્ક-જેતપુર, આદર્શ સ્કૂલ પાસે- ધોરાજી,કુબેરનગર-ઉપલેટા, જુના ગામ વિસ્તાર,મોવૈયા તા. પડધારી કાર્યરત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 2448 બેડ ઉપલબ્ધ છે.