કોરોના વાયરસથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં દર 14 મિનિટમાં એક સંક્ર્મણ વ્યક્તિનું મૃત્યુ થાય છે. દેશમાં કોવિડ -19 થી મૃત્યુઆંક 10,385 પર પહોંચી ગયો છે. 18 માર્ચ, 2020 પછી પહેલીવાર રવિવારે દેશમાં 102 મૃત્યુ નોંધાયા છે. મૃતકોમાં 59 પુરુષો અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે. કોરોના સંક્ર્મણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોમાં 63 લોકો 60 વર્ષથી વધુ વયના હતા, 51-60 વર્ષની વયના 23 લોકો, 41-50 વર્ષની વયના 14 લોકો અને 31-40 વર્ષના બે લોકો હતા. જેમાંથી ઢાકામાં 68 લોકોનાં મોત નોંધાયા ચટગાંવમાં 22 લોકોનાં મોત થયાં, મેમનસિંહ અને બરીસલમાં 4- 4 લોકોનાં મોત થયા. રાજશાહીમાં ત્રણનાં મોત નોંધાયા છે. આ બધાની વચ્ચે, 1000 બેડની ક્ષમતાવાળી ઢાકા નોર્થ સિટી કોર્પોરેશન (DNCC) હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની તમામ જરૂરી સુવિધાઓથી તેની શરૂઆત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જાહિદ માંલેકે જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશ વિશ્વના અન્ય દેશોની જેમ કોરોના મહામારીની બીજી લહેર અનુભવી રહ્યો છે અને દેશની લગભગ તમામ હોસ્પિટલો કોવિડ -19 દર્દીઓથી ભરેલી છે. દેશમાં સંક્ર્મણ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દર્દીઓની સારવાર માટે આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર કરવો જરૂરી છે. કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓના જીવનને બચાવવા માટે સરકારે તમામ આધુનિક ઉપકરણો સાથે ઢાકા નોર્થ સિટી કોર્પોરેશન હોસ્પિટલની સ્થાપના કરી છે. બાંગ્લાદેશમાં રોગચાળાની બીજી લહેરને રોકવા માટે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને 21 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે, કોવિડ -19 રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમિતિએ વધતા જતા કેસોને જોતા વધુ એક અઠવાડિયા સુધી કડક લોકડાઉન લંબાવવાની ભલામણ કરી છે