હળવદના નવા સાપકડા ગામે જમીનમાં દાટી છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ઈંગ્લીશદારૂનો જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસે સ્ટાફ સાથે હળવદ તાલુકાના નવા સાપકડા ગામે બાતમી વાળા રહેણાંક મકાને રેઇડ કરતા મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૫૭ કિ.રૂ.૨૫,૨૯૫/- નો મુદ્દામાલ સાથે આરોપી રસીકભાઇ ઉર્ફે લાલો રામાભાઈ નંદેસરીયા ઉ.વ.૩૦ રહે. નવા સાપકડા તા.હળવદવાળો મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.