Saturday, December 28, 2024

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં ICT કમ્યુટર લેબ અર્પણ કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માધાપરવાડી શાળામાં કમ્પ્યુટર ઉપર કામ કરી શૈક્ષણિક ઉપયોગીતા વિશે માહિતી પ્રાપ્ત કરતાં ટંકારા પડધરીના ધારાસભ્ય

મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા સ્ટોનના પ્લેટફોર્મ અને ત્રીસ ખુરશીઓ ફાળવેલ છે.કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપયોગ માટે G-SHALA માં તમામ વિષયોનું વિષયવસ્તુ કન્ટેન્ટ પણ આપેલ છે,વાંચેલું ભુલાય જાય છે જોયેલું થોડું થોડું સમજાય જાય છે. પણ જાતે કરેલું,જાતે શીખેલું યાદ રહી જાય છે,એવા ધ્યેય સાથે દ્રશ્ય-શ્રાવ્ય સાધન તરીકે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવા શુભાષયથી સરકાર દ્વારા આપેલ ખૂબજ આધુનિક કમ્પ્યુટરનું લોકાર્પણ ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય એ પોતાના મતવિસ્તારની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની ICT કમ્યુટરલેબનું લોકાર્પણ કર્યું હતું અને સાથે સાથે વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર ઉપર હિન્દી વિષયનો પાઠ ચાલુ કરી કમ્પ્યુટરની શૈક્ષણિક ઉપયોગીતા વિશે જાત માહિતી પ્રાપ્ત કરી હતી અને વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, ધારાસભ્ય સાથે સરપંચ ડો.ગણેશભાઈ નકુમ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ પરમાર વગેરે પણ જોડાયા હતા.બંને શાળાના વિદ્યાર્થીઓએ મહાનુભાવોનું પુષ્પવૃષ્ટિ દ્વારા અદકેરું અભિવાદન કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર