કોલગેસનો ભટકતો આત્મા નક્કી સિરામિક પાસે શ્રાદ્ધ કરાવશે
હમણાં થોડા દિવસો પહેલા લીંબડી જસ ખાટવા ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા સિરામિક બાબતે વિડિયો બનાવ્યો હતો જેમાં સિરામિક દ્વારા મોરબી અને ધારાસભ્યનું ગૌરવ વધાર્યું છે પણ વાસ્તવિકતા કઈક જુદી જ છે.
હાલ સિરામિક ઉદ્યોગ જૂની માંદગીની જેમ મરણ પથારીએ પડ્યો છે.સિરામિકના લઘુઉદ્યોગ ધીરે ધીરે નાશ થવા લાગ્યા છે હાલ ૩૦૦ થી વધુ ફેક્ટરી ને તાળા લાગી ગયા છે અને દરોજ એકાદ ફેક્ટરી બંધ થઈ રહીના સમાચાર મળી રહ્યા છે.તેની પાછળ ફકત સરકારની નીતિઓ જવાબદાર છે. સરકાર અને સ્થાનિક નેતાઓ એ સિરામિક ને ફક્ત ચૂંટણી ફંડ અને મત કાઢી આપવાનું માધ્યમ બનાવ્યું છે હાલ સિરામિક આગેવાન ની સામાન્ય ફરિયાદ બાબતે પણ સમાજનો સહારો લેવો પડે છે.દેશની ટોટલ જીડીપી માં ૩ ટકા ફક્ત મોરબીનો ફાળો છે તેમ છતાં સિરામિક ઉદ્યોગના સારા ભવિષ્ય માટે ના તો વિધાનસભા કે ના તો લોકસભામાં ચર્ચા થઈ છે. ઓછામાં પૂરું હમણાં તાજેતર નો ગેસ માં ૨ રૂપિયો વધારો સિરામિક ની કમર તોડી નાખી છે. NCRB ના આંકડા પ્રમાણે સૌથી વધુ ફ્રોડ સિરામિક સાથે થયું છે આને સિરામિક સાથે જોડાયેલ કેટલાય યુવાનો વ્યાજવન્દ્દ માં સપડાયેલ છે અને દિનપ્રતિદિન ફરિયાદના બનાવો વધતા જાય છે સરકારે આજ દિન સુધી સિરામિક ઉદ્યોગ માટે પ્રાથિમક સુવિધા પણ પૂરી પાડી નથી પરંતુ સતત ભાવ વધારા અને બ્લેકમૈલિંગ થી ચૂંટણી ફંડનું ઉઘરાણું જ કરિયું છે.
હમણાં તાજેતરમાં સિરામિક માટે માઠા સમાચાર આવીયા છે NGT દ્વારા સિરામિક ને ફટકરેલા દંડ ની વસુલાત માટે જીપીસીબી આકરા પાણીએ છે અને દંડ વસૂલવા કાનૂની પ્રક્રિયા પણ કરી શકે છે અમુક સિરામિક એકમો ને કરોડ રૂપિયાનો દંડ થયો જે કારખાનું બંધ થતા બેંક દ્વારા જાહેર હરાજી કરી અને હરાજીમાં લેનાર જ્યારે નવા અને અન્ય ઉદ્યોગ અંતે જીપીસીબી માં મંજૂરી માંગી ત્યારે જીપીસીબી તરફ થી તે સર્વે નંબર માં NGT નો દંડ છે જે ભરપાઈ કરો અને હાલ આ બાબત કોર્ટમાં છે કહી માંગણી ઊભી રાખી દીધી છે જેનો સીધો મતલબ કે દંડ બાબતે સરકારની નીતિ ખોરા ટોપરા જેવી છે.જ્યારે NGT અંગે નિવૃત્ત હાઇકોર્ટ જજ બી.સી.પટેલ દ્વારા કમિટી દંડ નક્કી કરવા આવી ત્યારે સીરામિક ને ખાલી નોર્મલી પ્રકિયા છે કહી અંધારામાં રાખ્યા?
એવા પણ ઘણા એકમો છે જેને શરૂવાત માં કોલગેસ હતો પરંતુ GSPC ગેસ આવતા જ કોલગેસ બંધ કરી દીધા તેને પણ પરમિશન મળી ત્યારથી દંડ ની રકમ વસૂલવામાં આવી છે. જો સરકાર આ દંડ હાલની મંદીની પરિસ્થિતમાં વસૂલે તો ઘણા સિરામિક એકમોનું દેવાળું નીકળી જાય એમ છે. આ બાબતે મોરબીના ધારાસભ્ય વિડિયો બનાવી સરમીક ને બાહેધરી આપશે કે પસી સરકારમાં પાણી કે ગેસના ભાવ બાબતે નહિ ચાલતું કહી ને વાત ટાળશે તે જોવાનું રહ્યું.