કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ
પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,પ્રદુષણ અટકાવવા બાબત,પીવાના પાણીની અનેક પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ
જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જૂન માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ તેમજ ધારાસભ્યઓ દ્વારા પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,વાંકાનેરમાં સર્કિટ હાઉસ બનાવવું, વેસ્ટ કચરાને પ્રદુષણ અટકાવવું રસ્તા પરના દબાણ હટાવા અને, જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, , જમીન દબાણ,ખૂટતા સબ સેન્ટર, આંગણવાડીઓ, ફિલ્ટર પ્લાન્ટ બાબત સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જુના પ્રશ્નોની હકારાત્મકચર્ચા કરી અને નવા પ્રશ્નોના નિકાલ માટે દરેક વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદચંદુભાઈ સિહોરા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ , ધારાસભ્ય સર્વે કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.