કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જૂન મહિનાની આ સંકલન બેઠકનું નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંચાલન કરી જુદા-જુદા વિભાગોના વિવિધ આંતરીક પ્રશ્નોનો રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટર જે.બી.પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ પોલીસ અધિકારી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એમ.એ.ઝાલા, સેરસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એન. કતીરા, જિલ્લા આયોજન અધિકારી જિજ્ઞેશ બગિયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા તથા સલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા મળી કુલ- ૦૩ ઈસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત...
દિવ્યાંગતાની ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીઓને સંતસુરદાસ યોજનાનો લાભ મળવાપાત્ર; દિવ્યાંગ લગ્ન સહાય હવે ૭૫ હજાર
ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગ લગ્નસહાય યોજના અમલમાં છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતી ને (રૂ.૭૫,૦૦૦/- + રૂ.૭૫,૦૦૦/-) રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને...