Tuesday, December 24, 2024

મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન કરવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રની અપીલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દાનની રકમ ઈન્કમટેક્ષમાંથી બાદ મળવાપાત્ર:આધુનિક સમયમાં તમામ ઓનલાઇન પેલટફોર્મ થકી પણ ડોનેશન સ્વીકાર્ય

રાજ્યમાં વિવિધ આપદાઓ સમયે ભોગ બનનારને સહાય આપવા તથા આકસ્મિક સમયે સમાજને ઉપયોગી થઇ શકે તેવા હેતુથી CM રિલીફ ફંડ હેઠળ હિતકારી કામગીરી કરવામાં આવી રહી છે. આ ફંડમાં જરૂરી ભંડોળ ઉભું થઈ શકે તે માટે જિલ્લામાં આવેલ વિવિધ ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ, NGOને મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

મુખ્યમંત્રીના નામે મુખ્યમંત્રી રાહત ફંડની રચના સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નીતિ નિયમો હેઠળ કરવામા આવી છે. આ ફંડ ગુજરાતના મુખ્યમંત્રીના નામે રહે છે, જેનુ નિયંત્રણ અને વહીવટ નક્કી થયેલ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી રહે છે.

આ ફંડનો ઉપયોગ ગુજરાત રાજ્યમાં તેમજ ગુજરાત રાજ્યની બહાર પણ કોઈપણ કુદરતી/માનવસર્જીત આફતોથી અસરગ્રસ્તોને રાહત આપવા માટે કરી શકાય છે. ઉપરાંત આ ફંડનો ઉપયોગ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને તેમજ કેન્સર, હાર્ટ સર્જરી તથા મુત્રપીંડના જેવા ગંભીર પ્રકારના રોગોમાં સમિતિની મંજુરીથી સહાય આપવામાં આવે છે. કોરોના દરમિયાન પણ આ ફંડમાંથી મોટા પ્રમાણમાં સહાય જાહેર કરવામાં આવી હતી.

આ ફંડ હેઠળ આપવામાં આવતુ અનુદાન ભારત સરકારના આયકર કાયદાની કલમ ૮૦-જી હેઠળ રીબેટને પાત્ર છે. અનુદાન આપનાર દાતાઓની સગવડતા માટે સરકારના ડીઝીટલાઈઝેશનના અભિગમને ધ્યાને લઈ ઓનલાઈન ડોનેશન સ્વિકારવા અને માટે એક ઓનલાઈન પોર્ટલ ‘રાહત પોર્ટલ’ પ્લેટફોર્મ તૈયાર કરવામા આવેલ છે.

જેમાં ડેબીટ કાર્ડ/ક્રેડીટકાર્ડ, ઇન્ટરનેટ બેંકીગ. બેંકીગ, કોઈપણ યુપીઆઈ પ્લેટફોર્મ જેવી કે, ગુગલ પે, ફોન પે, પેટીએમ, વ્હોટસેપ પે, ભીમ યુપીઆઈ ક્યુ આર કોડ વગેરે એન.ઈ.એફ.ટી. અથવા એસ.બી.આઈ, બ્રાંચ પેમેન્ટ જેવા વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પથી પેમેન્ટ કરી યુ.પી.આઈ. નેટ થી CM રીલીફ ફંડમાં ડોનેશન (દાન) કરી શકે છે. ડોનેશન https://rahat.gujarat.gov.in/CMRF/Donation ઓનલાઈન લિંક ઉપર કોઈપણ વ્યક્તિ ભારત કે ભારત બહારથી પણ પોતાના મોબાઈલથી ઓટીપી જનરેટ કરી, પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ નંબર અને ઈ-મેલ આઈ.ડી. જેવી પ્રાથમિક વિગતો ભરી સબમીટ કરી પે-ડોનેશન પર ક્લિક કરી ઓનલાઈન પેમેન્ટથી CM રીલીફ ફંડમાં ડોનેશન (દાન) કરી શકશે.

પેમેન્ટ સકસેસફુલ થયે ઓટો જનરેટ ઈ-રીસીપ્ટ. ૮૦ જી સર્ટીફીકેટ(ડોનેશન સર્ટીફીકેટ) અને મુખ્યમંત્રીના દ્વારા આપવાના થતા અપ્રેસલ લેટર પણ તાત્કાલિક મોબાઈલ પર જ ક્યુઆર કોડ વાળી માન્ય પી.ડી.એફ.થી મળી જશે જેથી અનુદાન આપનાર ડોનર પોતાના ઈન્કમટેક્ષમાંથી રીબેટ સહેલાઈથી મેળવી શકશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર