મોરબીના અવની ચોકડી નજીક એક દીકરીની છેડતી કરતા શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાઈ
ગત રાતી ના રોજ મોરબીના કેનાલ રોડ પાસે આવેલ અવની ચોકડી પાસે એક 20 વર્ષીય દીકરીની છેડતી બાબતે એક શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આ કામની ફરિયાદી દીકરી પોતે ગતરાત્રિના રોજ તેમના માસી ને તેડવા માટે અવની ચોકડી પાસે જય અંબે સોસાયટીમાં તેમના ઘરે ગયેલ હોય ત્યારે આ કામના આરોપી મેહુલ જીલરીયા તેનો પીછો કરતો હોય પાછળ પાછળ આવી ગયો હોય અને ફરિયાદી દીકરીએ તેના માસીને જાણ કરી હતી અને આ મેહુલને પૂછતા તે બહાના બતાવવા લાગેલ હતો અને ત્યારે ત્યાં માણસો ભેગા થઈ ગયેલા હોય ત્યારે મેહુલ તેનો બાઈક લઈને ભાગી ગયેલ હતો.
આ ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું છે કે તેઓ મેડિકલ કોલેજમાં જતી હોય ત્યારે ક્યારેક ક્યારેક મેહુલરીયા તેના બાઈકની પાછળ આવતો હતો અને તેના મોબાઈલ નંબર માગતો હતો. ઉપરાંત instagram આઈડી માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી માનસિક ટોર્ચર કરતો હતો. આ ઉપરાંત જીઆઇડીસી મેઈન રોડ પર વોક કરવા જતી વખતે પણ મેહુલ જીલરીયા તેનો પીછો કરતો હતો અને હાથ પકડતો જે બાબતથી ફરિયાદી ખૂબ ડરેલ હોય અને આજ દિન સુધી ફરિયાદ કરેલ ન હતી. ત્યારે અવની ચોકડી પાસે આવી રીતે ફરિયાદી નો પીછો કરતા ત્યાંના જાગૃત રહીશો એ ભેગા થઈ એ ડિવિઝન પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસ મથક ખાતે આ મેહુલ જીલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે