સિરામિક એસોસિયેશનનું આવેદન હકીકત કે પછી મજબૂરી
મોરબીના મચ્છુ નદીના પટમાં બની રહેલ દીવાલના વિવાદમાં કોઈપણ હકીકત કે અભ્યાસ કર્યા વિના સિરામીક એસોસિયેશનને આવેદન આપી કુતૂહલ સર્જ્યું છે.
મોરબી કલેક્ટર દ્વારા BAPS મંદિરની નદીમાં બની રહેલ મંજૂરી વિનાની દીવાલ હટાવવા માટે અનેકવાર નોટીસ આપી હતી જેને પગલે દબાણ દૂર કરાય રહ્યુ હતુ ત્યારે અચાનક જ સિરામિક એસોસિયેશન દ્વારા દબાણ ન હટાવવા ફકત આવેદન ઇનર્વર્ડ કરવામાં આવ્યું છે જે સિરામિક એસોસિયશનની અજ્ઞાનતા રજૂ કરે છે.
હકીકતમાં આ વિવાદ મંદિરનો નહિ પણ BAPS સંસ્થા દ્વારા બનવામાં આવી રહેલ ગેરકાયદે અને જોખમી દીવાલનો છે જ્યાંથી મંદિર ખૂબ જ દૂર છે કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી એક્સપર્ટ કમિટી દ્વારા ૨૦૧૯ થી આજ દિન સુધીના પાણીના લેવલ અને પ્રવાહનો અભ્યાસ કર્યા બાદ GDCR -૨૦૧૭ના નિયમોનું પાલન કરવા સૂચવ્યું છે જેમાં મંદિરને કોઈ જ નુકશાન નથી અને GDCR નિયમ બાદ ફરી મંદિર માટે સેફ્ટી વોલ બનાવે તેમાં તંત્રને કોઈ જ વાંધો નથી.
ભૂતકાળમાં પણ હાલ જેમ જાગૃત નાગરિક દ્વારા ઝૂલતા પૂલ દુર્ઘટના પહેલા રજૂઆત અને લડત આપી હોત તો પુલના તૂટ્યો હોત અને ૧૪૨ થી વધુ લોકોના જીવ ન ગયા હોત. ના જયસુખભાઇ જેલમાં ગયા હોત. જે વખતે જયસુખભાઇ પણ કોઈ તંત્રને માનતા ન હતા કે ન મંજૂરી લેતા હતા તેમ BAPS સંસ્થા પણ લંડન અબુધાબીના હવાલા આપી ગમે તે કરી શકે જેવા અહમ સાથે પ્રશાસનના નિયમને ઘોળીને પી જાય છે અને સરકારમાં સ્વામિનારાયણ જ સર્વોપરી છે એ સાબિત કરવા માંગે છે
સિરામિક એસોસિયશનના આવેદન બાબતે અમે સિરામિક સભ્યો અને કારખાનેદારોને પૂછતા તેવો એ જણાવ્યું કે આ જાણકારી એમને આપના અને સોશ્યલ મીડિયા દ્વારા મળી છે જો હિન્દુની લાગણી બાબત હોઈ તો પંચાસર રોડના હનુમાન મંદિરને તોડી પાડી મુર્તિ કાટમાળમાં ફેંકી ત્યારે પણ આપવું જોઈ અને હમણાં પ્રકાશિત થયેલા ન્યૂઝ ” NGTની ભટકતી આત્મા સિરામિક પાસે શ્રાધ્ધ કરાવશે” બાબતે સરકારમાં આવેદન આપવું જોઈએ.
અમે મચ્છુ નદીની સ્ટોરી શરૂવાત થી કરતા આવીયા છીએ ફરી પુર હોનારતની ઘટના ના બને એ અમારું દાયિત્વ છે