આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. ગુજરાતમાં પણ અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છે. આનાથી બચવા માટે ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમ સાયબર સેલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 5 મહિનામાં 17 હજારથી વધુ ઓનલાઈન ફ્રોડને લગતા ફોલ આવ્યા છે અને 15 વ્યક્તિને 17 લાખથી વધુ રકમ પરત મળી છે.ગાંધીનગરમાં 5 મહિના પહેલાં સાયબર સેલ દ્વારા એક હેલ્પલાઈન નંબર 155260 જાહેર કરવામાં આવ્યો હતો, જેના પર કોલ કરી લોકો પોતાની સાથે થયેલા ફ્રોડની ફરિયાદ નોંધાવી શકે છે. આ હેલ્પલાઈન પર અત્યારસુધીમાં 17 હજારથી વધુ કોલ આવ્યા છે, જેમાથી અંદાજે 15 વ્યક્તિને પોતાની સાથે થયેલા ઓનલાઈન ફ્રોડની 17 લાખ 76 હજાર સાયબર સેલની મદદથી પરત મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમનો ભોગ બનનારની મદદ મળી રહે એ હેતુથી અલગ-અલગ રાજ્યોમાં આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
સરકારી નોકરીની લાલચ આપી લૂંટે છે ભેજાબાજો અનેક ભેજાબાજો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવી લોકોને વધુ રૂપિયા અથવા અન્ય કોઈ વસ્તુઓની લાલચ આપી પોતાનો શિકાર બનાવે છે, સાથે જ કેટલીક ફેક સરકારી વેબસાઈટ દ્વારા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ તમામ પ્રકારની ફેક વેબસાઇટ પર સીઆઈડીની ક્રાઈમ સાયબર સેલની ટીમ વોચ રાખે છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના ભોગ બનનારને પોતાની રકમ પરત અપાવવામાં મદદરૂપ બને છે. ગાંધીનગરમાં છેલ્લા 5 મહિનાથી આ સાયબર સેલ 24 કલાક કાર્યરત હોય છે, જેમા કુલ 17400ની આસપાસ કોલ્સ આવ્યા અને એમાંથી 9600ની આસપાસ કોલ્સ માત્ર ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારના હતા.સાયબર સેલે 70 લાખથી વધુની રકમ બ્લોક કરી છે જયારે ફેસબુક-OLX પર ફેક આઇડીઓથી સાવધાન કર્યા છે.ફેસબુક તેમજ OLX જેવી જાણીતી વેબસાઈટ પર પોતાના ફેક અકાઉન્ટ બનાવીને લોકોને લૂંટતા હોય છે, જેની જાણ સાયબર સેલને થતાં ફેસબુક પરથી 100ની આસપાસ તેમજ OLX પર 800ની આસપાસ ફેક અકાઉન્ટને ડિલિટ કરી દેવામાં આવ્યાં છે.કસ્ટમર કેરના નામે પણ ફ્રોડ થઈ રહ્યો છે.
બીજી બાજુ,ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)ના ગુજરાતમાં કલોલમાં આવેલા નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે વિશ્વનું પહેલું નેનો યુરિયા લિક્વિડ બનાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું જણાયું છે. તે સારા પોષણ ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરે છે. તે ભુગર્ભ જળની ગુણવત્તા ઉપર ખૂબજ સકારાત્મક અસર સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર અસર કરતાં ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરશે.જેનાથી ખેડૂતોનો ઈનપુટ ખર્ચ ઘટશે.ઇફ્કો નેનો યુરિયા લિક્વિડની અસરકારકતાની ચકાસણી કરવા માટે સમગ્ર ભારતમાં 94થી વધુ પાક ઉપર આશરે 11,000 ફાર્મર ફિલ્ડ ટ્રાયલ્સ કરાઇ હતી. તાજેતરમાં દેશભરમાં 94 પાક ઉપર હાથ ધરાયેલી ટ્રાયલ્સમાં ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો નોંધાયો છે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ પરંપરાગત યુરિયાને બદલવા માટે વિકસાવવામાં આવ્યું છે અને તે જરૂરિયાતમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો કરી શકે છે.જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટશે.