મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે અંતર્ગત ભરતનગર અને માનસરના રસ્તા પાસે વાધડીયા પરિવારના રાજબાઈ મંદિરે આવતા દર્શનાર્થીઓને વિસામો અને વટેમાર્ગુઓને પણ દર્શન સાથે આરામ મળે તેવી ભાવના સાથે ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો વસંતભાઈ માકાસણા હેમંતભાઈ, ભીમાણી ચંદ્રેશભાઇ અઘારા, ગોધાણી આંબાલાલ તેમજ સામાજિક સભ્યો અને પ્રમુખ ટી. સી. ફુલતરિયાની હાજરીમાં રાજબાઈ માતાજીના દર્શન સાથે આશીર્વાદ લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આવી સેવાકીય પ્રવૃતિઓ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા કરવામાં આવે છે તેમ પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

