અરવલ્લીના રબારી સમાજની બેઠકમાં મહત્વનો નિર્ણય
અરવલ્લી,તા.૩
રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો નિર્ણય, મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જાવા મળે છે. અરવલ્લીના રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે. આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક મળી હતી. જેમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વના નિર્ણય કરાયા છે. જે બાદ બાળકોને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે.
૧૮ વર્ષથી નીચેના એટલે સગીર અને સગીરાને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ કરી દેવાયો છે. સમાજના મત અનુસાર મોબાઈલના ઉપયોગથી બાળકો પર ગંભીર અસર પડી રહી છે. સાથે મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જાવા મળે છે. આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક ધનસુરાના વડાગામ ખાતે યોજાઈ હતી. જેમાં આ નિર્ણય પાછળનો સારો હેતુ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગેરમાર્ગે ન દોરાય તેવો છે.
મહત્વનું છે કે, દાંતીવાડાનાં ૧૨ ગામ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ૧૮ વર્ષથી નાની વયની કે લગ્ન ન થયા હોય તેવી યુવતીઓને મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ મુકાયો હતો. જેમાં યુવતીઓને મોબાઇલ ન રાખવાનાં નિર્ણયનું વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યુ હતું.