Friday, November 15, 2024

મોરબીમાં યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રબારી વાસ શેરી નં -૦૩ ના નાકા પાસે યુવક પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકને ઈજાગ્રસ્ત કરી શરીરે મુંઢ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વજેપર મેઇન રોડ પર રબારી વાસ શેરી નં -૦૨મા રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો જેમલભાઈ મોરી (ઉ.વ.૨૯) એ આરોપી ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા તથા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રામજીભાઈ ભુંભરીયા બંન્ને રહે.રબારી વાસ શેરી નં-૦૩ તા.જી.મોરબી, વિજયભાઈ ઉર્ફે ઈનલો જેના પુરા નામ ઠામની ખબર નથી તથા કિશનભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા રબારી વાસ શેરી નં-૦૩ વજેપર મેઈન રોડ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૯-૨૦૨૩ ના રોજ રાતના સાડા બારેક વાગ્યાનાં અરસામાં આરોપી જીતેન્દ્રભાઈએ ફરીયાદીને પકડી રાખી અને આરોપી ભાવેશભાઇએ ફરીયાદીને છરી વતી પીઠના ભાગે ડાબી સાઈડે એક ઘા કરી ઈજા કરી નવ ટાંકા તથા પીઠની બાજુમાં જમણી સાઈડે બીજો ઘા મારી ઈજા કરી ત્રણ ટાંકા લાવી તથા આરોપી વિજયભાઈ તથા કિશનભાઇએ ફરીયાદીને મારા મારી કરી શરીરે મુંઢ ઈજા કરી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર