ચરાડવા ગામે માથાભારે શખ્સ દ્વારા જમીન પર કરેલ દબાણ પર હળવદ પોલીસનુ બુલડોઝર ફરી વળ્યું
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં માથાભારે શખ્સે સરકારી જમીન પર બે દુકાન બનાવી દબાણ કરેલ હોય જે હળવદ પોલીસ દ્વારા તલાટી મંત્રીની હાજરીમાં દબાણ દૂર કરી ડીમોલેશન કરાયું છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી. મિલ પાસે આરોપી સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલ બે દુકાનો તોડી પાડી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે જમીન આશરે 32 ચોરસ મીટર જમીન હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 26,550/–નું દબાણ કરી પતરાની દુકાનો બનાવેલ હોય જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં હળવદ પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવેલ છે.