હળવદના ચરાડવામાથી નશાકારક શીરપની ૨૩૨૫ બોટલ મોરબી એસો.ઓ.જી. પોલીસે ઝડપી પાડી
મોરબી: મોરબી એસઓજીની ટીમે હળવદ તાલુકાના ચરડવા ગામે રહેણાંક મકાનમાં આવેલ ગોડાઉનમાંથી નશાકારક શિરપની ૨૩૨૫ બોટલ કિં રૂ. ૩,૪૬,૪૨૫ નો મુદામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમા રહેતા આરોપી રાજેશભાઈ ડાયાભાઈ સોનાગ્રા (ઉ.વ.૪૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ શિરપની જુદી જુદી બ્રાન્ડની આયુર્વેદીક બોટલ નંગ -૨૩૨૫ કિં રૂ.૩,૪૬,૪૨૫ નો મુદામાલ મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. હાલ એસઓજીની ટીમે આ જથ્થો ક્યાંથી આવ્યો ? કેટલા સમયથી વેચાતો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.