હળવદના ચરાડવા ગામેથી એમપીનો શખ્સ સગીરાનું અપહરણ કરી જતા ફરીયાદ
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જયંતીભાઈ વાલજીભાઈ દલવાડીની વાડીએથી એમપીનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જયંતીભાઈ વાલજીભાઈ દલવાડીની વાડીએ રહેતા અબુભાઈ હરસંગભાઈ બામણીયા (ઉ.વ.૪૦) એ આરોપી મગનભાઈ હટીલા રહે. ગામ – ડુંગલીયા તા. કઠીવાડા જી. અલિરાજપુર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૪-૨૦૨૪ થી ૨૨-૦૪-૨૦૨૪ સુધીમાં ફરીયાદીની સગીરવયની દિકરી હોવાનું જાણવા છતાં લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર અબુભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૬૩,૩૬૬, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.