Sunday, November 17, 2024

ચક્રવાતી તોફાન: ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના એક્ટિવ થવાની આશંકા વ્યક્ત કરી છે.

ચક્રવાતી તોફાન શુક્રવારે કચ્છ-પાકિસ્તાન તટથી ટકરાવાની વાત કહી છે. આઈએમડીના વૈજ્ઞાનિક અરબ સાગરમાં હાલમાં ચક્રવાતી તોફાન એક્ટિવ પર આશ્ચર્ય વ્યક્ત કરતા તેને રેયર મૌસમી ઘટના ગણાવી છે.

મૂશળધાર વરસાદનો સામનો કરી રહેલા ગુજરાત પર હવે નવો ખંતરો મંડરાવા લાગ્યો છે. આઈએમડીના મૌસમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, અરબ સાગરમાં કચ્છ અને પાકિસ્તાનથી અડીને આવેલા વિસ્તારમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે.

એક વખત સંપૂર્ણપણે ડેવલપ થયા બાદ તે નબળું થઈ જશે અને કોસ્ટલ એરિયાથી દૂર થતું જશે. મૌસમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે, અરબ સાગરમાં ઉઠતા ચક્રવાત એટલું મજબૂત અને વિનાશકારી નથી, પણ તેની અસર ગુજરાતના અમુક ભાગમાં પડવાની આશંકા છે. રાજ્યમાં પહેલાથી જ વરસાદે હાહાકાર મચાવેલ છે અને હવે નવી આફત આવી છે.

સૌથી પહેલા અરબ સાગરમાં 24 ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનની પહેલા અણસાર જોવા મળ્યા હતા. મૌસમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે, ચક્રવાત ઓછી ગતિ સાથે તટ તરફ આગળ વધી રહ્યું છે અને તે 30 ઓગસ્ટે તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે. આ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ વધી રહ્યું છે. તેનાથી કચ્છ અને સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારને અસર કરશે. સાઈક્લોનના કારણે ગુજરાતમાં મૂશળધાર વરસાદ થવાની આશંકા વધી ગઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર