મોરબીના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે અન્વયે રેઇડ કરતા મોરબી તાલુકાના ચકમપર ગામ, આરોપી અમૃતલાલ રતનશીભાઇ પટેલના મકાનમાં જુગાર રમતા સાત ઇસમો અમૃતલાલ રતનશીભાઇ કાલરીયા ઉ.વ.૫૮, રહે. ચકમપર, તા.જી મોરબી, મગનભાઇ ભુદરભાઇ લોરીયા ઉ.વ.૬૦, રહે. કુંભારીયા, તા.માળીયા, રક્ષીત પટેલ રહે. મોરબી, નરભેરામભાઇ ધનજીભાઇ કાલરીયા ઉ.વ.૬૦, રહે. ચકમપર, તા.જી.મોરબી, ભરતભાઇ ઠાકરશીભાઇ પાંચોટીયા ઉ.વ.૪૮, રહે, રવાપર રોડ, ગોલ્ડન માર્કેટ પાછળ, વંદેવી એપાર્ટમેન્ટ, મોરબી-૦૧, હિતેન્દ્રભાઇ દલસુખભાઇ ભીમાણી ઉ.વ.૩૮, રહે. રવાપર રેસીડેન્શી સામે, ધર્મભક્તિ સોસાયટી, મોરબી-૦૧, વનરાજસિંહ ગજુભા ઝાલા ઉ.વ.૪૦, રહે. વિદ્યુતનગર, મોરબી-૦૨વાળાને રોકડ રકમ રૂ.૮૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.