મજબૂરી : મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સના ભાવમાં 10% નો વધારો કરાયો
અત્યાર સુધી બજેટમાં થયેલી જાહેરાતો લાભ લગતી હતી અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર બજેટમાં સીરામીક ને ફાયદો કરાવશે તેવી આશા વચ્ચે સીરામીક ટાઇલ્સ ના ભાવમાં 10 ટકા જેટલો વધારો જીંકવા મોરબી સીરામીક ઉદ્યોગ મજબુર બન્યું છે
મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમા હાલ નુકશાની કરી રહ્યું છે ત્યાર ક્વોલિટી ટકાવી રાખવા 01ફેબ્રુઆરીથી સીરામીકની વોલ ફ્લોર પાર્કિંગ પ્રોડક્ટ માં 10 % ભાવ વધારો કરવામાં આવશે.
મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ દ્વારા લેખિતમાં જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં સીરામીક રો મટીરીયલ, ગેસ અને પેકીજીંગ પ્રાઈઝમાં મોટા વધારા આવતા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલ મોટી નુકશાની કરી રહેલ છે, જેથી ક્વોલિટી ટકાવી રાખવા અને આપણી સપ્લાય કન્ટિન્યુટી ટકાવી રાખવા 01/02/2025 થી સીરામીકની વોલ ફ્લોર પાર્કિંગ પ્રોડક્ટમાં 10 % ભાવ વધારો કરવામાં આવે છે.
જો આ ભાવ વધારો સ્વીકારવામાં વિલંબ થશે તો આકસ્મિક પ્રોડક્સન કાપી ઈંડસ્ટ્રીઝ સર્વાઇવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જોકે આવા ભાવ વધારા તો અગાઉ પણ કરવામાં આવ્યા હતા પણ હરણફાળ હરીફાઈમાં ટકી રહેવા ભાવ વધારા ની એસી તૈસી થઈ જતી હોઈ છે અને સીરામીક એસોસિયેશન સાથે ના જોડાયેલા આ ભાવ વધારો સ્વીકારી અને ભાવ અમલી બનાવશે કે નહીં તે પણ સવાલ છે.