સાવધાન: વેપારમાં આંધળો વિશ્વાસ સિરામિક ટાઈલ્સનાં વેપારીને 90 હજારમાં પડ્યો
મોરબી: મોરબીમાં આવેલા સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સનો વેપાર કરતા વેપારીઓ જોડાયેલા છે જેમાં છેતરપીંડીના કિસ્સા પણ સામે આવતા હોય છે આવી જ એક છેતરપીંડી અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ લક્ષ્મી સોસાયટી શુભમ હાઇટ્સ બ્લોક નં -૬૦૧મા રહેતા અમીતભાઈ છગનભાઇ દેસાઈ (ઉ.વ.૪૦) એ આરોપી મો- ૮૭૭૯૭ ૬૦૦૩૭ તથા ફેડરલ બેન્કના ખાતા નં-1778010 0044799 ના ધારક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ખોટી રીતના વોટસએપ ગૃપમા ટાઇલ્સ બાબતે મેસેજ કરી ફરીયાદિ સાથે ટાઇલ્સ બબાતે મોબાઇલ ફોનમા વાત કરી ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદીએ મંગાવેલ ટાઇલ્સ બાબતે પોતાના ફેડરલ બેન્કના ખાતા નં 1778010 0044799 માં ફરીયાદી પાસેથી ઇલેક્ટ્રીક ટેકનીકલ માધ્યમથી ફરીયાદીની એક્સીસ બેન્કના ખાતા નં-91902007 0200929 વાળામાથી અલગ અલગ બે ટુકડે રૂપીયા- ૯૦૫૩૫/- મેળવી ફરીયાદીને કોઇ માલ મોકલાવેલ નહી કે કોઇ રૂપીયા પણ પાછા નહી આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.