કરોડોની જમીન કૌભાંડ અને છેતપીંડીમાં સાચું કોણ…? સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
જો તમે મોરબીમાં રહેતા હોઈ અને કિંમતી જમીન ધરાવતા હોઈ તો તમે સુરક્ષિત છો એવું માની લેવું તમારી સૌથી મોટી ભૂલ છે કારણ કે લાંચિયા અધિકારી અને ભુ માફિયા ની મીલીભગત તમારી માલિકીની જમીનમાં કોઈ બીજા નો જ વારસાઈ હક દાખલ કરી દેશે પછી તકરારી ઊભી કરી કરોડોની પતાવટ કરશે.
સામાન્ય સંજોગો માં રેવન્યુ તકરારી થાય ત્યારે બને પક્ષોને સાંભળી બંને દ્વારા પોતાની રજુઆત પુરવાર કરવાની હોય પરંતુ અહી તો ફક્ત એક પક્ષને કોઈ પણ પૂરવા વિના જ કરોડો રૂપિયાની જમીન પધરાવી દીધી જે કોઈ માનવ સર્જિત ભૂલ નહિ પણ અગાઉ થી જ પૂર્વ આયોજિત કાવતરું હોઈ જેનો ભ્રષ્ટાચાર નો કામાંધ મગજમાં ભરેલ હોઈ
મોરબીના પ્રાંત અધિકારી સુશીલ પરમાર અને તેના મળતીયાઓ વિરૂદ્ધ કરોડો ની જમીનમાં પૂર્વ કાવતરું રચી જમીન પચાવી પાડવા ની યોગ્ય તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા કલેક્ટર ને રજૂઆત કરાઈ હવે જોવાનું રહ્યું કે આ વહેતી ગંગા માં કલેકટરે પણ ડૂબકી લગાવી છે કે પછી પ્રમાણિકતાથી નિષ્ઠાવાન અધિકારીને આની તપાસ સોંપી યોગ્ય કાર્યવાહી કરશે
મોરબી તાલુકાના વજેપર ગામના ખાતા નં ૧૫૮ અને સર્વે નં ૬૦૨ વાળી જમીન જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે તે જમીન રેકૉર્ડ મુજબ બેચર ડુંગર નકુમ ના નામે ચાલતી હતી જે જમીન બેચર ડુંગર દ્વારા દસ્તાવેજ અનું ૧૯ થી તા ૩/૧/૧૯૫૯ માં જીણા કલા અને જીવા રામા પાસે થી અઘાટ વેચાણ લીધી હતી ત્યાર બાદ દસ્તાવેજ નં ૨૪૪૭ થી ૨ એકર જગ્યા તા ૨૩/૪/૧૯૯૯ માં તેના ભાઈ ભગવજી ડુંગર નકુમ ને વહેચી જેમાં પણ વેચનાર તરીકે બેચર ડુંગર નકુમ લખેલું છે સાથે ચતુંર્દિશા પણ દર્શાવેલી છે તારીખ ૧૯/૧૨/૧૯૯૯ ના રોજ બેચર ડુંગર નકુમ નું અવસાન થતાં તે જમીન નો કબ્જો અને ભોગવટો કે જે વર્ષો થી બેચર ડુંગર પાસે હતો તે તેના વારસદાર દ્વારા સંભાળવામાં આવ્યો ૨૦૧૩ માં બેચર ડુંગર નકુમ ના વારસદારો દ્વારા સ્ટેપ ડયૂટી પણ ભરવામાં આવી પરંતુ વારસદારો એક કરતાં અનેક હોવાથી વારસાઈ પડી નહોતી અને ૭/૧૨ માં ફક્ત બેચર ડુંગર લખેલું હતું જેનો લાભ લઈને આ સમગ્ર કોભાંડ આચરવામાં આવ્યું
૧૯૫૯ માં લીધેલ વેચાણ જમીન ના અચાનક શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજી પરમારના પત્ની છે તેને બેચર ડુંગર નકુમ ની જમીન માં પોતે એક માત્ર દીકરી છે તેવો દાવા સાથે વારસાઈ અરજી કરી જેની કાચી નોંધ ૨૩૮૭૧ થી પાડવામાં આવી જેમાં શાંતાબેને ફકત વારસાઈ આંબો રજૂ કર્યો જેમાં તેમાં પિતાનું નામ સ્વ બેચર ડુંગર ડાભી બતાવવામાં આવ્યું એથી વિષેશ કંઈ જ નહિ અને આ કેશ પ્રાંત અધિકારી સુશીલ પરમારની કોર્ટમાં ચાલ્યો
જેમાં પ્રાંત અધિકારી દ્વારા નકુમ ની વારસાઈ તરીકે ડાભી ને મંજૂર કરી દેવામાં આવી અને પોતાની સેફ સાઇડ માટે એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વારસાઇ તકરાર માટે તેને નિર્યણ આપવાનો અધિકાર નથી તેમ છતાં તેને હુકમ પણ કરિયો આ સમગ્ર કાવતરું અગાઉ થી પ્લાનિંગ થયેલ હતું જેમાં તકરાર નહિ પણ એક મોટી છેતરપિંડી હતી જેમાં પ્રાંત અધિકારી સુશીલ પરમારે હોદાનો દુરુપયોગ કરી આ હુકમ કર્યો
કરોડો ની બજાર કિંમતની વજેપર સર્વે નં ૬૦૨ ના સાચા માલિક કોણ ??
આ બાબતે કલેક્ટર ને CID ક્રાઈમમા ફરિયાદ કરવા માટે અરજી થઈ છે પરંતુ કલેકટર દ્વારા ખેડૂત ફરિયાદ ની રાહ જોવાઈ રહી છે, આવી ગંભીર બાબતે પણ ટાઈમ કાઢી પ્રશાસન આવા કૌભાંડી અધિકારીને પ્રોત્સાહન આપે છે
આ સમગ્ર કૌભાંડ ત્યારે જ બહાર આવી સકે જ્યારે કલેક્ટર દ્વારા જાતે તપાસ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવે અગાઉ પણ સુશીલ પરમારે એક દલિત ખેડૂતની જમીનમાં રેકૉર્ડ સાથે ચેડાં અને ગરીબ દલિત ખેડૂતને જમીન તારી નથી કહી સોગંદ નામુ રજૂ કરી દે નહિ તો જેલ માં પૂરી દેવાની ધમકી આપ્યાનો વિડિયો પણ વાયરલ થયો હતો.