ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કુલદીપ યાદવને અગિયાર ખેલાડીઓમાં સામેલ ન કરવા અંગે સવાલ ઉભા થઇ રહયા છે. ઇંગ્લેન્ડની ટિમ ચેન્નઈ ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના બોલરો હજી સુધી કોઈ ખાસ અસર છોડી શક્યા નથી. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર આર અશ્વિન સિવાય કોઈ પણ બોલરને વિકેટ મળી નથી. ટીમમાં ત્રીજા સ્પિનર તરીકે સામેલ શાહબાઝ નદીમને સામેલ કર્યો છે જેની કોઈ અસર વિરુદ્ધ ટિમ પર જોવા મળી નથી. શાહબાઝ નદીમ પર તેની બીજી ટેસ્ટ રમવા માટે પણ દબાણ છે. તેઓએ તેમના કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવવો પડશે. ટોસ દરમિયાન જ્યારે કોહલીએ ગેમમાં સામેલ અગિયાર ખેલાડીઓના નામની જાહેરાત કરી ત્યારે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો તેમાં કુલદીપ યાદવનું નામ ન સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરએ આ પહેલા પણ ‘ચાઇનામેન’ બોલરને બહાર રાખવાના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. ગંભીરએ કહ્યું કે કુલદીપ ઇંગ્લેન્ડ સામે ‘તીક્ષ્ણ હથિયાર’ સાબિત થઈ શકે તેમ છે. ગૌતમ ગંભીરએ કહ્યું કે કુલદીપને ન રમાડવું એ દુર્ભાગ્યપૂર્ણ સાબિત થયું છે. તેણે વધુમાં કહ્યું હતું કે કુલદીપ યાદવને આ ગેમમાં સામેલ કરવાની જરૂર હતી. આ સાથે જ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભારતીય ટીમની રણનીતિની મજાક ઉડાવી હતી. વોને ટ્વિટ કર્યું હતું કે ચેન્નઈ ટેસ્ટ માટે ભારતે એક હાસ્યાસ્પદ ટીમ તૈયાર કરી છે. તેમને આશ્ચર્ય થયું કે કુલદીપ યાદવ જેવા બોલરને પ્લેઇંગ ઈલેવનમાં કેમ સામેલ કરવામાં આવ્યા નથી ? તેમણે કહ્યું હતું કે,”સુંદર અને નદિમને એક તક આપવામાં આવી છે, બંને અનુભવી નથી. મને આશ્ચર્ય થયું કે કુલદીપ યાદવને આ ગેમમાં રમવાનો મોકો ન મળ્યો.” તમને જણાવી દઈએ કે ઈલેવનની રમતમાં ત્રણ નિષ્ણાંત સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ નદીમને સ્થાન મળ્યું છે.