Tuesday, January 21, 2025

વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નવી પેન્શન યોજના રદ કરો રદ કરો નાં નારા સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ-રાજકોટ દ્વારા વાંકાનેર ખાતે એનપીએસના વિરોધમાં ધરણા પ્રદર્શન

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા એનએફઆઈઆરના આહવાનને લઈને તારીખ ૮ થી ૧૧ દરમિયાન એનપીએસ(નવી પેન્શન યોજના) રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજે વાંકાનેર ખાતે એનપીએસને રદ કરવા માટે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ઓપીએસ (જુની પેન્સન યોજના) લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.

જેમાં એન.પી.એસ. રદ કરો, ઓપીએસ લાગુ કરો.. તેમજ સરકાર વિરોધી સૂત્રોચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ અગાઉ કર્મચારીઓ પાસે ગુપ્ત મતદાન કરાવી મુદ્દાના ઉકેલ માટે હડતાલમાં જવા માટે મતદાન થયેલ, જેમાં 90% કર્મચારીઓએ હડતાલની માંગ સાથે આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવું મંડળ મંત્રી હિરેન મહેતાએ જણાવ્યું હતું. જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ આર. એચ. જાડેજા, મહેન્દ્રસિંહ, રણવીરસિંહ, ભગીરથસિંહ, લાલાભાઇ, અબ્દુલભાઈ, ઇસ્માઈલભાઈ, મનોજ ઠાકર, મહાવીર સિંહ, જીતુભાઈ, મહેશ ભાટી, ફતેહ મહમદ, જાની ભાઈ, મનિષ સી, રામજી એન, મહેશ એન અને આ ઉપરાંત રાજકોટ થી પધારેલા કેતન ભટ્ટી, શેરાવતભાઈ, વસાવડાભાઈ સહિતના રેલ્વે કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર