જે વિદ્યાર્થીઓ સીએ ઇન્ટર અને મે 2021ની ફાઇનલ પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવાથી વંચિત રહી ગયા છે તેમના માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)એ તાજેતરમાં ફાઉન્ડેશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇન્ટરમિડિયેટ (જૂની યોજના), ઇન્ટરમિડિયેટ (નવી યોજના) અને ફાઇનલ (જૂની અને નવી યોજના)ના મે 2021ના પરીક્ષા ચક્ર માટે પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આઇસીએઆઈએ શનિવાર, 1 મે, 2021ના રોજ નવી નોટિસ જારી કરીને સીએ ઇન્ટરમિડિયેટ (આઇપીસી), સીએ ઇન્ટરમિડિયેટ અને સીએ ફાઇનલ કોર્સની પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. આ જ રીતે મે 2021ની સીએ ફાઇનલ અને ઇન્ટર એક્ઝામિનેશન માટે રજિસ્ટ્રેશન આવતીકાલે ફરી શરૂ થશે. બીજી તરફ, આવતીકાલે 4 મે, 2021ના રોજ સીએ ફાઉન્ડેશન કોર્સ માટે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે.
કોવિડ-19ને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો
આઈસીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ મેની સીએ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ રોગચાળાને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ફરીથી રજીસ્ટ્રેશન ખોલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
એપ્લિકેશન વિન્ડો ત્રણ દિવસ માટે ખુલ્લી રહેશે
વિદ્યાર્થીઓએ નોંધવું જોઈએ કે આઇસીએઆઈએ સીએ ઇન્ટરમિડિયેટ (આઇપીસી), સીએ ઇન્ટરમિડિયેટ અને સીએ ફાઇનલ કોર્સની પરીક્ષાઓ માટે માત્ર ત્રણ દિવસ માટે એપ્લિકેશન વિન્ડો ખુલ્લી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 10 વાગ્યાથી 6 મે, ગુરુવારે સાંજે 11.59 વાગ્યા સુધી મે ચક્રની પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
લેટ ફી ચૂકવવી પડશે.
આઇસીએઆઈએ સીએ ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવા પર લેટ ફી સાથે નોંધણીની જાહેરાત કરી છે. પરીક્ષા માટે રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીઓએ ૬૦૦ રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.