મોરબીના સાવસર પ્લોટમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સાવસર પ્લોટ શેરી નં -૦૩ માં રહેણાંક મકાનમાં પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ શેરી નં -૦૩મા રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભંભર (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-03-JN-0331વાળુ ૨૦૧૭ નું મોડેલ જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર જીલભાઈ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.