મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે સીટી પોઈન્ટ કોમ્પલેક્ષની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના લુટાવદર ગામના વતની અને હાલ મોરબીમાં પ્રભુક્રુપા ટાઉનશિપની બાજુમાં સોમનાથપાર્ક, લાભ પેલેસ ૧૦૪મા રહેતા ધવલભાઈ જયંતીભાઈ પટેલ (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૮-૨૦૨૩ સવારના ૦૫ વાગ્યાથી ૧૨-૦૮-૨૦૨૩ ના સાંજના ૫ વાગ્યા સુધીમાં ફરીયાદીનુ ટી.વી.એસ. કંપનીનુ અપાચે આર.ટી.આર. મોટરસાયકલ રજીસ્ટર નં. GJ.01.FV.0362 વાળુ જેની કિ.રૂ. ૨૫,૦૦૦/ – વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ધવલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.