મોરબીમાં મોટરસાયકલ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડતી સીટી એ ડિવિઝન પોલીસ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈકના આરોપીને કે જે રીઢો ગુનેગાર પણ છે જેના પર આશરે છ અલગ અલગ ગુનાઓ પણ નોંધાયેલા છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી કાળુભાઈ જાલમભાઈ દેહુધાને મકરાણી વાસ રામઘાટ પાસેથી ચોરાવ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખની હશે કે આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ છ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ત્યારે આરોપીને 50,000 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે