Friday, September 20, 2024

આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોનાના નિરાકરણ માટે સરકારને પત્ર દ્વારા રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોનાં પાયાનાં પ્રશ્નો અંગે માંગણી માટે જાન્યુ. ૨૨ થી સતત રજૂઆત કરવામાં આવી રહી છે. જેમ કે રોજીંદ કામ મોબાઈલ એપ્લીકેશનો દ્વારા કરવું અશકય હોવા છતાં કરેલ છે. યુનિયને તેમાં સહયોગ કરેલ છે. કમિશ્નર સાથે પ્રશ્નોની વિસ્તૃત બેઠકમાં કરાયેલ છે. સરકાર દ્વારા કોઈજ નિર્ણય કરાયો નથી.

જ્યારે છેલ્લે તા : ૨૯/૯/૨૦૨૨ ના રોજ ૨૨ જીલ્લાઓમાં તથા યુનિયન દ્વારા સીધા જ આવેદન દ્વારા ૧૦ મી સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો ઉકેલવા જણાવાયેલ હતુ. ૩જી સપ્ટેમ્બરનાં રોજ મંત્રી સાથે યુનિયન લીડરો સાથે બેઠક થઈ, મંત્રીએ રજુઆત સાંભળી પણ તેમની મર્યાદાને કારણે કોઈજ નિર્ણય ન થઈ શકયો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને ખુબજ ધીરજ દાખવી અને જવાબદારી પૂર્વક વર્તન કર્યું અને તા :૧૦ સુધી કોઈ નિર્ણાયક બેઠક યોજાશે કે નિર્ણય કરાશે તે માટે સંયમ પુર્વક રાહ જોઈ છે યુનિયન સાથે જોડાયેલ સેંકડો બહેનો ત્તા. ૧૦ સુધી નિર્ણય કરશે તેવી વાત સમજાવી હતી.

પરંતુ દુ:ખ સાથે આપને જણાવવાનું કે, આજ તારીખ સુધી કોઈજ નિર્ણય કરાયો નથી કે નિર્ણાયક બેઠક યોજાઇ નથી.

તેમજ સરકારને છેક જાન્યુઆરી ૨૦૨૨ થી અત્યાર સુધી નિર્ણય કર્યો નથી. યુનિયન ના છૂટકે પણ તા. ૧૦ બાદ વ્યાપક આંદોલન તરફ જવાની ફરજ પડી રહી છે. તેમ છતાં ગુજરાત આંગણવાડી કર્મચાર સંગઠનનું વલણ પોઝીટીવ – હકારાત્મક જ છે. અને નિર્ણાયક બેઠક યોજવાની તરફેણ કરે છે અને તૈયાર છે.જેથી તા.૧૨-૧૩-૧૪ ત્રણ દિવસ માટે સાંકેતીક સદેશો આપવા કામથી અળગા રહેશે તેમજ મોબાઈલ દ્વારા થતી તમામ કામગીરી કરશે નહિ, સરકારી મોબાઈલ ચાલતા નથી અને ખાનગી મોબાઈલ ઉપયોગ કરવા સંમતિ નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર