મોરબી તાલુકા વિસ્તારના બુટલેગર ઇન્કમ ટેક્સ લેવલમાં આવી ગયા…!
પોલીસ તો આ દેશી દારૂના ધંધા વાળાનું કાંઈ કરતી નથી હવે ઇન્કમ ટેક્સ ધ્યાન દયે તો ધનના ઢગલા
(સૌજન્યથી) મોરબી: શીર્ષક વાક્યને વાંચકો કદાચ મૂર્ખતા પૂર્ણ સમજતા હશે. પરંતુ અહી જે, વિગતો રજૂ કરવામાં આવી છે તે ધ્યાનથી સમજજો અને વાંચો તો અમારી વાતમાં કેટલો દમ છે તે તમને સમજાઈ જશે. તો મુદ્દાની વાત પર આવીએ.મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચારથી પાંચ એવા દેશી દારૂના ધંધાર્થી છે એમની દરરોજની આવક ઓછામાં ઓછી એક લાખથી દોઢ લાખ રૂપિયાથી વધારે છે અને આવડી મોટી આવક ધરાવતો વ્યક્તિ શું ઇન્કમટેક્સના સ્લેબમાં ન આવી શકે ? મોરબી તાલુકા પોલીસે ગેરકાયદેસર રીતે આ ધંધાને મંજૂરી આપી દીધી છે તો ઇન્કમટેક્સ વિભાગ ગેરકાયદેસર ધંધાના ધંધાર્થી ઉપર કેમ રેડ ન કરી શકે ? અમારી જે માંગણી છે તે કેવી રીતના ગેર વ્યાજબી છે તે તમે જરા જણાવો
આ અંગે વિગતવાર ચર્ચા કરીએ તો પાંચ દિવસ પહેલા મોરબી આવતા એક દેશીદારૂના ધંધાર્થી હળવદ તાલુકા પોલીસે પકડયો હતો આ દેશી દારૂ બારસો લીટર હતો.હવે દરરોજનો દેશી દારૂ જે વ્યક્તિ ૧૨૦૦ લીટર વેચતો હોય તેની દરરોજની આવક એક લાખથી ૨ લાખ રૂપિયા વચ્ચે ચોખી આવક હોય અને આવો એક વ્યક્તિની આવા ઓછા મતલબ પાંચ થી છ લોકો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ વેચે છે ! ભલે તેઓ દેશી દારૂ ગેરકાયદેસર રીતે વેચતા કોઈ પરંતુ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇની પોલીસ આમાંથી અને તેમની ઈચ્છાથી આ દારૂ વેચાઈ રહ્યો છે તો હવે તે જો આ દારૂ વેચનારને બંધ ન કરાવી શકતા હોય તો શું ઇન્કમટેક્સ વિભાગે આ દારૂના ધંધાર્થી ઉપર રેડ પાડવી પડશે ? અને રેડ પાડીને તે લોકો આ દારૂનો ધંધાર્થીઓને ખુલ્લા કરશે તેવી પ્રજામાં હાલ ચર્ચા થઈ રહી છે.
મોરબી જિલ્લાના મોટાભાગના બુટલેગરો ખાસ કરીને દેશીના દરરોજના ૫૦,૦૦૦ થી લઈને બે લાખ સુધી કમાતા હોય છે. અને આ કમાણી એક રીતના જોઈએ તો બે નંબરનું નાણું છે ! જો બે નંબરનું નાણું બહાર કાઢવું હોય તો ઇન્કમટેક્સની પહેલી જવાબદારી છે. અહીંથી અમે ચર્ચા કરી રહ્યા છીએ તે એક રીતે વાંચવી અને મુદ્દાસરની ચર્ચા છે. કેમ કે આ દિશામાં ક્યારેય મોરબી તાલુકા પોલીસ કે કોઈ અન્ય પોલીસ તો પગલાં ભરવાની નથી કેમ કે આ બે નંબરની આવકમાંથી એક મોટો હિસ્સો તેમના ભાગમાં પણ આવે છે !? કાંતો એન્ટીકરેશન બ્યુરો અથવા તો ઇન્કમટેક્સ વિભાગ આ દિશામાં ધ્યાન દઈને તપાસ કરવી પ્રજાની માંગણી છે.
લોકો બીતા હોય કે વિજિલન્સ પણ અહીં રેડ કરી ગઈ પણ તેઓ પણ માત્ર રેડ કરીને મનને મનાવી લીધું હતું. તેમની રેડ પછી પણ જે તે વ્યક્તિનો ધંધા ચાલુ છે માટે હવે પોલીસ તો આ ધંધા બંધ કરી શકે તેવી તેમનામાં તાકાત રહી નથી ! એટલા માટે જ હવે પ્રજા એવું વિચારે છે કે આ ધંધાને ઈન્કમટેક્સ બંધ કરાવે તો હવે આ ધંધો બંધ થશે તેવી લોકોમાં ચર્ચા છે.