ઉદ્યોગોને પડતી સમસ્યાઓને લઈને મોરબી કોલ એસોસીએસનની મીટીંગ મળી
ગયકાલ તારીખ ૨૫ એપ્રિલને શુક્રવાર ના રોજ કોલ એસોસીએસન મોરબીની મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારોને ધ્યાનમા લઈને વિવિધ મુદ્દાઓ સાથેની ચર્ચા કરવામા આવી જેવી કે વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ હાલમા વધી ગયેલ હોવાથી કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો લેવામા આવ્યા.
જેવા કે લાંબા સમયથી ચાલતી આવતી ઉધારીના પૈસાનો આપતા હોઈ એવી ઇન્ડસ્ટ્રીઝમા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત નહિ આપે ત્યાં સુધી કોઈ પણ કોલ સપ્લાય નહિ કરે અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝના નાણા પરત અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ ફ્રોડ લિસ્ટ માં મુકવામાં આવશે.
આ સિવાય કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે તે માટેના અનેક નિર્ણયો પણ લેવામા આવ્યા. આ નિર્ણય કોલ એસોસીએસન ના તમામ સદસ્યોએ સર્વાનુમતે લીધે હતા. તેમજ આ કોલ એસોસીએસનની મીટીંગમા પ્રમુખ – જીજ્ઞેશભાઈ કૈલા તથા ઉપપ્રમુખ – હિરેનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.